કોરોના રસી માટે વ્યવસ્થા સહિત રાપર તાલુકા માટેનું આયોજન ઘડાયું

કોરોના રસી માટે વ્યવસ્થા સહિત રાપર તાલુકા માટેનું આયોજન ઘડાયું
રાપર, તા. 4 : અહીં મામલતદાર કચેરીનાં પ્રાગણમાં રાપર વિસ્તાર વિકાસ સત્તામંડળના સભાખંડમાં ઇન્ચાર્જ મામલતદાર મહેશ ઠક્કરના અધ્યક્ષસ્થાને રાપર તાલુકા હેલ્થ કચેરી દ્વારા કોવિડ-19 વેક્સિન અંગે તાલુકા ટાસ્ટફોર્સની બેઠક મળી હતી. તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા રસી અંગે રાખવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને સ્ટોરેજ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત તાલુકાના કોવિડ-19ના દર્દીઓને રસી આપવા માટે ટીમ તૈયાર કરવામાં આવી છે. જે કોવિડ-19ના દર્દીઓ માટે સારવાર કરશે અને જ્યારે આ કોવિડ-19ની વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે તે માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ વેક્સન ફાળવવામાં આવશે અને કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને વેક્સિન ફાળવવામાં આવશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૌલએ જણાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિજ્ઞેશ પરમાર, રામજીભાઇ પરમાર, ડો. કલ્પેશ ચૌધરી, ડો. પરેશ પટેલ, ડો. ધારા સરવૈયા, ડો. રિંકુ ગઢવી, ડો. રાકેશ પ્રજાપતિ, ડાયાલાલ ગઢવી, ડો. રામશુભમ, એન.ડી. પરમાર, ધર્મેન્દ્ર હોથી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના વાયરસના રક્ષાત્મક ઉપાયો અંગે માર્ગદર્શન અને પગલાં લેવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer