ભુજમાં કોવિડ જાગૃતિ કેમ્પનું આયોજન કરાયું

ભુજમાં કોવિડ જાગૃતિ કેમ્પનું આયોજન કરાયું
ભુજ, તા. 4 : શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકોમાં જાગૃતિ આણવા માટે રામ સેના મંડળ દ્વારા કોવિડ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છઠા વોર્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં લોકોને આ મહામારી સામે જાગૃત કરવા માટે માસ્ક અને સેનિટાઈઝરનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પના સ્થળે ખાસ સેલ્ફી પોઈન્ટ બનાવાયો હતો. માસ્ક-સેનિટાઈઝરની વ્યવસ્થા લાયન્સ કલબ દ્વારા કરાઈ હતી. કોવિડ જાગૃતિની સાથે કોમી એકતા, ધર્મરક્ષા, ગૌ સેવાને ઉજાગર કરતા પોસ્ટર રામસેના મંડળ દ્વારા લગાવવામાં આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, નગર સેવક કૌશલ મહેતા, અનિલ છાત્રાળા, અજય ગઢવી, કાસમ કુંભાર ઉપસ્થિત રહ્યા હતા. રામદાસજી બાપુ મોનીબાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. જગત વ્યાસ, ભૌમિક વચ્છરાજાની, ઘનશ્યામ ઠકકરે શુભેચ્છા સાથે સહકારની ખાત્રી આપી હતી. સંસ્થાના નંદુભાઈ નંદા, હરિભાઈ ગોર, અતુલ ભટ્ટ, પ્રદીપ ભટ્ટ, દિપક મેગર, દિલીપ પુજારા, પ્રવીણ પુજારા, પુનિત સોની, વીણાબેન નંદા, ભાવનાબેન, હિનાબેન, હેમાબેન નંદા, ઈન્દિરાબેન, લતાબેન, પ્રવીણાબેન, જુલીબેન સહિત સહયોગી બન્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer