ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેતો એક શખ્સ ઝડપાયો
ગાંધીધામ, તા. 4 : શહેરના કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા વિસ્તારના મેદાનમાં આંકડાનો જુગાર લેતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂા.3000 જપ્ત કર્યા હતા. શહેરના પી.એસ.એલ. કાર્ગો ઝુંપડા વિસ્તારમાં આજે સવારે પોલીસ ત્રાટકી હતી. અહીંના એક મેદાનમાં જાહેરમાં લોકોને આંકડાનો જુગાર રમાડનારા શરીફ ઈબ્રાહિમ ત્રાયા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સ પોતાના ગ્રાહકોને આંકડાનો જુગાર રમાડી રહ્યો હતો. તેની અટક કરી તેની પાસેથી રોકડા રૂા. 3000 તથા આંકડાનું સાહિત્ય હસ્તગત કર્યું હતું. આ શહેરમાં અન્ય જગ્યાએ પણ આંકડાના અડ્ડા ધમધમી રહ્યા છે. દર વખતે પોલીસની કાર્યવાહીમાં નાની નાની માછલીઓ જ પકડાતી હોય છે જયારે મોટા મગરમચ્છ કયારેય હાથમાં આવતા નથી તેવું લોકો જણાવી રહ્યા છે.