કેપ્ટન વિલિયમ્સનની બેવડી સદીથી કિવિઝ મજબૂત

હેમિલ્ટન, તા. 4 : કેપ્ટન કેન વિલિયમ્સનન કેરિયર બેસ્ટ સ્કોર 2પ1 રનની મદદથી ન્યુઝીલેન્ડે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની પહેલી ટેસ્ટના બીજા દિવસે તેની પહેલી ઇનિંગ્સ 7 વિકેટે પ19 રને ડિકલેર કરી હતી. બીજા દિવસની રમતના અંતે વિન્ડિઝે મક્કમ શરૂઆત કરીને વિના વિકેટે 49 રન કર્યાં હતા. કેન વિલિયમ્સને તેની કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. તેણે સાડા દસ કલાક સુધી બેટિંગ કરીને 412 દડાનો સામનો કરીને 34 ચોગ્ગા અને 2 છગ્ગાથી 2પ1 રન કર્યાં હતા. તેણે પહેલા 100 રન 224 દડામાં અને બેવડી સદી 369 દડામાં સમાપ્ત કરી હતી. વિલિયમ્સનની કેરિયરની આ કુલ 22મી સદી છે. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 242 હતો. જે તેણે 201પમાં શ્રીલંકા સામે વેલિંગ્ટનમાં કર્યો હતો. વિલિયમ્સન ઉપરાંત કાઇલ જેમીસને અર્ધસદી કરી હતી. તેણે 62 દડાની ઇનિંગમાં પ ચોક્કા અને 2 છક્કા લગાવ્યા હતા. આથી ન્યુઝીલેન્ડે 7 વિકેટે પ19 રન કરીને તેનો પહેલો દાવ ડિકલેર કર્યો હતો. બીજા દિવસની રમતના અંતે વિન્ડિઝના વિના વિકેટે 49 રન થયા હતા. કેરેબિયન ટીમ કિવિઝથી હજુ 470 રન પાછળ છે. તેનું પ્રથમ લક્ષ્ય 320 રન કરીને ફોલોઓન ટાળવાનું રહેશે. આજે ક્રેગ બ્રેથવેટ 20 અને જોન કેમ્પબેલ 22 રને નોટઆઉટ રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer