આઠ તાલુકામાં કોરોનાના 18 કેસ : 17 સાજા થયા

ભુજ, તા. 4 : કચ્છમાં ગુરુવારની તુલનાએ શુક્રવારે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જિલ્લાના દસ પૈકીના આઠ તાલુકામાં 18 કેસ નોંધાયા તેની સામે 17 દર્દીઓ સાજા થયા હતા. જિલ્લામાં સાજા થયેલા દર્દીઓનો આંક 3000ને પાર થયો હતો. જિલ્લાના શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં એક સમાન 9 કેસ નોંધાયા હતા. શહેરી વિસ્તારમાં ગાંધીધામમાં 4, ભુજમાં 3 અને માંડવીમાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મુંદરામાં 3નો અબડાસા, અંજાર, ભુજ, લખપત, માંડવી અને નખત્રાણામાં 1-1 કેસ નોંધાયો હતો. ભચાઉ અને રાપર તાલુકામાં એક પણ કેસ નોંધાયો નહોતો. જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3360 જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3001 થઇ છે. મૃતાંક 73 પર અટકેલો રહેવા સાથે સક્રિય કેસ આંશિક વધીને 243 પર પહોંચ્યા છે. સક્રિય કેસમાં વધારો જારી રહેતાં રિકવરી રેટ 90  ટકાથી નીચા આંકે અટકેલો રહ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા 926 થયાનું સત્તાવાર યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer