ગઢશીશાની સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપી જામીન મુક્ત

ભુજ, તા. 4 : માંડવી તાલુકાનાં ગઢશીશા ગામની સગીર વયની કન્યાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી ગઢશીશાના દિનેશ રમજુ કોળીને પોક્સો ધારાના કેસો માટેની ખાસ અદાલતે નિયમિત જામીન આપતો આદેશ કર્યો હતો.ગત ઓકટોબર મહિનામાં અપહરણ અને દુષ્કર્મની આ ઘટના વિશે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ થયા પછી આરોપી દિનેશ કોળીની ધરપકડ કરાઇ હતી. આ તહોમતદાર માટે ભુજમાં ખાસ કોર્ટના ન્યાયાધીશ સમક્ષ જામીન અરજી મુકાઇ હતી. સુનાવણી દરમ્યાન બન્ને પક્ષને સાંભળી ખાસ ન્યાયાધીશે પ્રકરણની મહત્ત્વની તપાસ પૂર્ણ થઇ ગઇ હોવાનાં તારણ સાથે જામીન આપતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય, પ્રિયેન નાકર અને ક્રિપાલ નેગી રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer