આડેસર પાસે મોંઘા પ્રકારના દારૂ સાથે મુસાફરની અટક
ગાંધીધામ, તા. 4 : રાપર તાલુકાના આડેસર નજીક ચેક પોસ્ટ પાસે એક બસમાંથી પોલીસે રૂ.3200ના અંગ્રેજી દારૂ સાથે એક શખ્શની ધરપકડ કરી હતી.જયપુરથી મુન્દ્રા આવતી ખાનગી લકઝરી બસ નંબર જી.જે. 04. ઝેડ. 0540 વાળીમાં દારૂ આવતો હોવાની પૂર્વ બાતમી ના આધારે પોલીસે આડેસર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી વાળી આ બસ આવતા તેને રોકાવી તેની તલાસી લેવામાં આવી હતી.આ બસમાં સવાર અજય સુરજપ્રસાદ જયસ્વાલ નામના શખ્શ પાસે રહેલા થેલાની તલાસી લેવાતા તેમાંથી મોંઘા પ્રકારનો દારૂ મળી આવ્યો હતો. આ શખ્શ પાસેથી પોલીસે રૂ. 3200ની ચાર બોટલ અંગેરજી શરાબ હસ્તગત કર્યો હતો.તેણે આ દારૂ જયપુરથી એક ઠેકામાંથી ખરીદયો હતો અને પોતાના પિવા માટે તે લાવ્યો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.