પદ્ધર નજીક કારની હડફેટે કુમળી વયના બાળકનું મોત : માસૂમ બાળાને ઇજા

ભુજ, તા. 4 : ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગ ઉપર તાલુકામાં પદ્ધર ગામ નજીક ગેસના પ્લાન્ટ પાસેના પુલિયા ખાતે મારુતિ વેગનાર કારની હડફેટે આવી જવાથી એક વર્ષની વયના જીજ્ઞેશ ભરત ઠાકોરનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની બહેન નાથુબેન (ઉ.વ.5)ને ઇજાઓ થઇ હતી.  પદ્ધર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આજે મધ્યાહ્ને જીવલેણ અકસ્માતની આ ઘટના બની હતી. ભોગ બનનારાં ભાઇ-બહેન પગપાળા જઇ રહ્યાં હતાં ત્યારે રાજકોટ પાસિંગની 7038 નંબરની વેગનાર તળે તેમને આ અકસ્માત નડયો હતો. પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer