દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા સરકાર નક્કર પગલાં ભરે

ભુજ, તા. 4 : રાજ્યની 30 ટકા જેટલી દરિયાઈ સરહદ ધરાવતાં કચ્છમાં દરિયાઈ જીવસૃષ્ટિ માનવીય બેદરકારી અને ઔદ્યોગિક વાતાવરણના કારણે નષ્ટ થઈ રહી છે તેને બચાવવા માટે સરકાર વેળાસર પગલાં ભરે તેવી કચ્છ જિલ્લા માછીમારી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. વિકાસની લ્હાયમાં દરિયાને જો આ જ રીતે પ્રદૂષિત કરવાનું ચાલુ રહેશે તો આગામી થોડા દાયકામાં દરિયાઈ સૃષ્ટિ ખતમ થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. કચ્છમાં દરિયાઈ જીવ વિવિધતા અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. દરિયાઈ જૈવ વિવિધતા બચાવવા નક્કર પગલાંના અભાવના કારણે 50 ટકાથી વધુ ચેરિયાનું નિકંદન થવા સાથે સમુદ્રી ઘાસ સહિત મહાકાય માછલીઓ સ્ટીમર બોટમાં કપાઈ રહ્યાનું એસો.ના પ્રમુખ માણેક સુલેમાન અલીએ કરેલી રજૂઆતમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer