કચ્છ યુનિ.ની વિવિધ પરીક્ષાઓ બે તબક્કામાં લેવાશે

ભુજ, તા. 4 : કોરોનાના કારણે શૈક્ષણિક સંસ્થાનો તો માર્ચ માસથી બંધ છે, પણ ઓનલાઇન અભ્યાસ ચાલુ રખાયો છે. ત્યારે કચ્છ યુનિ. દ્વારા વિવિધ સેમેસ્ટરની પરીક્ષા બે તબક્કામાં લેવાનું આયોજન ઘડી કાઢયું છે. કુલપતિની મંજૂરી બાદ સંભવિત તારીખો જાહેર કરાયાનું પરીક્ષા નિયામક ડો. તેજલ શેઠે જાહેર કરેલી સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કચ્છ યુનિ. દ્વારા લેવાનારી પરીક્ષાનો પ્રથમ તબક્કો 20 જાન્યુઆરીના શરૂ થશે. જ્યારે બીજો તબક્કો 5 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. પહેલાં ચરણમાં બી.એ., બી.કોમ., બીસીએ, બીબીએ, બીએસસી, બી.એડ.ના સેમેસ્ટર 3 તેમજ બીકોમ, બીબીએ, બીસીએ અને બીએસસીના 5માં સેમેસ્ટરની તો એમએસડબલ્યુ સેમે. 1-3, એમએસસી સેમે-7 અને 9, એમબીએ સેમે 7-9ની પરીક્ષા પણ પહેલા તબક્કામાં લેવાશે. બીજા તબક્કામાં બીબીએ, બીસીએ, બીએ, બીકોમ, બીએડ, બીએસસીના પ્રથમ સેમેસ્ટરનો એલએલબીના 1, 3, 5 સેમેસ્ટરનો અને એમએસસી આઈટી સેમે 1, 3, એમએસ ડબલ્યુ સેમે 1-3, એમબીએ સેમે 1-3, એમપીએ, એમએડ, એમએ અને એમકોમના પહેલાં ત્રીજાં સેમેસ્ટરની અને પીજીડીસીએ સેમે-1ની પરીક્ષા બીજા ચરણમાં લેવાશે. પરીક્ષાને લઇ આનુષાંગિક તૈયારીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના લીધે ગુજરાત, સૌરાષ્ટ્ર યુનિ. તેમજ જીટીયુએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે એ વચ્ચે કચ્છ યુનિ. દ્વારા પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer