ભુજના સંસ્કારનગર ખાતેના ઇન્ટરલોકના કામમાં નિયમો પળાયા ન હોવાનો આક્ષેપ ઊઠયો

ભુજ, તા. 3 : સંસ્કારનગર રોડ ખાતે ઇન્ટરલોકના કામથી ભુજ નગરપાલિકા તથા સરકારી નાણાંને આર્થિક નુકસાન પહોંચ્યું હોવાના આક્ષેપ સાથે સહેઝાદ સમા દ્વારા જવાબદારો સામે ગુનો નોંધવા પોલીસમાં અરજી કરાઇ હતી. આ અરજીમાં જણાવાયા મુજબ 20 હજારથી વધુ રકમનું કામ હોય તો ટેન્ડર બહાર પાડવાનો નિયમ છે. તેમ છતાં ઉપરોકત કામમાં તેની તકેદારી રખાઇ ન હોવાથી પ્રમુખ, કારોબારી ચેરમેન, મુખ્ય અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માંગ કરાઇ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer