માંડવીના મેઘજી સેજપાલ જૈન આશ્રમના 110 વયસ્ક સાથે નૂતનવર્ષ ઉજવાયું

માંડવીના મેઘજી સેજપાલ જૈન આશ્રમના 110 વયસ્ક સાથે નૂતનવર્ષ ઉજવાયું
ભુજ, તા. 21 : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે મહાવીર પ્રભુના 2547મા નિર્વાણ કલ્યાણકની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત મેઘજી સેજપાલ જૈન આશ્રમ માંડવીના 110 વયસ્કો સાથે 2077ના નૂતન વર્ષના વધામણા કરાયાં હતાં. સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના અધ્યક્ષસ્થાને દાતા શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયાના સહકારથી યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી નાબૂદ થાય તે માટે નવકાર મહામંત્રનું સમૂહ ગાન કરાયું હતું. અનિલભાઈ ટાંકે દરેકને આવકાર્યા હતા. આશ્રમવાસી વડીલો અખાલાલભાઈ શાહ (ઉ.વ. 85), શશિકાંતભાઈ જયંતીલાલ (ઉ.વ. 84), કિશોરભાઈ કોરશીભાઈ ગાલા (ઉ.વ. 82), દીપકભાઈ ગાલા (ઉ.વ. 82) તથા લક્ષ્મીબેન કુંવરજીભાઈ ગાલા (ઉ.વ. 92)ના ચરણોનું પ્રક્ષાલન સાથે કુમકુમ તિલક કરી અક્ષતથી વધાવી કોટ પહેરાવી, સાલ ઓઢાડી, નત મસ્તકે વંદના કરી વિશિષ્ટ અભિવાદન કરાયું હતું. વયસ્કોએ સ્વજન મળ્યાની ખુશી વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા. દિનેશ શાહ, જયેશ ચંદુરા, હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, નિવૃત્ત પી.આઈ. પરમારભાઈ, નીતિનભાઈ શાહ વગેરે જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer