ઓનલાઈન ગરબા રમવાના નોંધાયેલા રેકોર્ડમાં કચ્છી ગ્રુપ પણ સામેલ

ઓનલાઈન ગરબા રમવાના નોંધાયેલા રેકોર્ડમાં કચ્છી ગ્રુપ પણ સામેલ
કેરા (તા. ભુજ) તા. 21 : અવનવા વિક્રમ નોંધતા વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાની ટીમે કોરોનાકાળમાં બદલાયેલા ગરબા-રાસના સાયબર આયોજનની સિદ્ધિ નોંધી હતી. તેમાં કચ્છનું ગ્રુપ પણ પ્રમાણપત્ર-ચંદ્રક મેળવવા હક્કદાર થયું છે. જય સોની, શ્વાતિ જેઠી, ભવ્ય ડુડિયા, દિપેન સોની (કોરિયો) ચારેય ભુજ, અવિનાશ વેકરિયા (કેરા) અને ચેતન ગુંસાઈ (માધાપર)એ ભુજની લક્ષ્મીવાડી, દરબાર ગઢ, ડાંડા બજાર, ટાઉનહોલ અને વિકેન્ડ વિલાએ પાંચ સ્થળે 28 મિનિટ નોન સ્ટોપ ગરબા રમ્યા હતા. ગુજરાતભરમાં આવા 250 ગ્રુપ એક સાથે હતા અને દરેકને ઓનલાઈન વર્ચ્યુઅલ પ્રસ્તુતિ મળી હતી. આ પ્રકારનું આયોજન એક ભારતીય વિક્રમ હોવાનો રેકોર્ડ નોંધતી સંસ્થા `વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા' એ નોંધ્યું હતું. આ છના ગ્રુપમાં અવિનાશ વેકરિયા અને ચેતન ગુંસાઈ અગાઉ વિવિધ મંચ પર કોરિયોગ્રાફર તરીકે પ્રસ્તુતિ કરતા રહ્યા છે. આ વિક્રમ શરદપૂનમના અંક્તિ કરાયો હોવાનું કચ્છી જૂથે કચ્છમિત્રને વિગતો આપતાં જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer