વાયોરના ખાનગી એકમમાં એકી સાથે 13 પોઝિટિવ

વાયોરના ખાનગી એકમમાં એકી સાથે 13 પોઝિટિવ
કોઠારા, તા. 21 : અબડાસાની પેટાચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે કોરોના પણ પોતાનો અસલી મિજાજ દેખાડી રહ્યો છે. ગરડા પંથકના વાયોર નજીક આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં ગઈકાલે એક સાથે 17  કોરોના પોઝિટિવ કેસ આવતાં દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે કંપનીમાં કામ કરતા રાજ્ય બહારના 17 કામદારોને ભુજની એક ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મૂકવામાં આવ્યા હતા જ્યાં તેઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ભુજમાં જ આવેલા આ કંપનીના કવાર્ટરમાં આઇસોલેશન હેઠળ રખાયા હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવ કેસ આવતાં તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. અબડાસા તાલુકાના આરોગ્ય અધિકારી એમ. કે. સિન્હા, બરંદાના મેડિકલ ઓફિસર ડો. ખુરશિયા, અબડાસા તા.ના મે. સુપરવાઇઝર ગોપાલભાઇ પીઠવા વિગેરેએ આ કંપનીમાં જઇને કન્ટેઈનમેન્ટ ઝોન તારવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer