કિડાણા-ગાંધીધામ માર્ગનાં રિસર્ફેસિંગ કામનું ધારાસભ્યને હસ્તે ખાતમુહૂર્ત

કિડાણા-ગાંધીધામ માર્ગનાં રિસર્ફેસિંગ કામનું ધારાસભ્યને હસ્તે ખાતમુહૂર્ત
ગાંધીધામ, તા. 21 : તાલુકાના કિડાણા ગામને આ શહેર સંકુલ સાથે જોડતા રસ્તાનું રૂા. 60.75 લાખના ખર્ચે રિસર્ફેસિંગ કરવાના કામનું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે લાભપાંચમના દિવસે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યે આ કામ ઝડપથી આટોપવા અપીલ કરી હતી. તાજેતરના  ચોમાસામાં પડેલા ભારે વરસાદે આ માર્ગને  નુકસાન પહોંચાડયું હતું. આ માર્ગની ઝડપથી મરંમત કરી તેનું રિસર્ફેસિંગ કરવા ધારાસભ્ય સમક્ષ ગામના આગેવાનોએ માગણી કરી હતી. ધારાસભ્યએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરતાં તેમણે ખૂબ જ ટૂંકાગાળામાં આ માર્ગનાં કામને લીલીઝંડી આપી હતી.ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. દરમ્યાન કિડાણા ગામમાં ધારાસભ્યની 15 લાખની ગ્રાન્ટમાં તાલુકા પંચાયતે ખૂટતી રકમ સ્વભંડોળમાંથી આપીને વસાવેલા જેટીંગ મશીનનું પણ લોકાર્પણ કરાયું હતું. આ ગામમાં પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા સંગ્રહ અર્થે બનાવાયેલા ટાંકા સુધીની નવી લાઇનનું પણ લોકાર્પણ કરાયું હતું. આ પગલાંથી કિડાણાના લોકોની પાણીની સમસ્યા દૂર થઇ જશે તેવી લાગણી દર્શાવાઇ હતી. આ ત્રિવિધ કાર્યક્રમોમાં  જિલ્લા પંચાયત સભ્ય નવીનભાઇ જરૂ, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ ગુજરિયા, તા.પં. ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, મહામંત્રી શૈલેષ લાવડિયા, ખારીરોહર સરપંચ પુરીબેન બડિયા, કિડાણા ઉપસરપંચ ધનજીભાઇ જરૂ,ધનજીભાઇ હુંબલ, ગળપાદર સરપંચ શામજીભાઇ વીરડા, નિખિલભાઇ હડિયા, શામજીભાઇ મ્યાત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer