આફ્રિદીએ આપ્યા ભવિષ્યમાં ક્રિકેટ વહીવટમાં આવવાના સંકેતો

ઇસ્લામાબાદ, તા. 21 : પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું કહેવું છે કે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં સામેલ થવામાં તેને કોઈ વિરોધ નથી અને તે ભવિષ્યમાં આ અંગે પણ વિચારણા કરી શકે છે, પરંતુ અત્યારે આ તેનું લક્ષ્ય નથી. આફ્રિદીએ કહ્યું કે તે પાકિસ્તાની ક્રિકેટને ટોચ પર જોવા માગે છે અને આ માટે તે વહીવટકારની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે પરંતુ હાલમાં નહીં.  ઓલરાઉન્ડરે કહ્યું હતું કે આ સમયે મેં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)માં જોડાવા અંગે વધારે વિચાર્યું નથી પણ હા, કેમ નહીં ? લંકા પ્રીમિયર લીગ દ્વારા કરાયેલા ઇન્ટરવ્યૂમાં આફ્રિદીએ કહ્યું કે કોઈપણ દિવસે હું પાકિસ્તાન ક્રિકેટમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છું અને રમતને કંઈક પાછું આપવા માગીશ. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer