કચ્છમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં બે જણનાં મોત

ગાંધીધામ, તા. 21 : અંજારના દબડા બાયપાસ પાસે છકડો રિક્ષાએ હડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા રાહદારી કાનજી રામજી મહેશ્વરી(ઉ.45)નું  મોત થયું હતું. તેમજ તેરા-લાખણિયા માર્ગ    થયેલા   અકસ્માતમાં  મોટર સાઈકલ  સવાર  દામજીભાઈ લાખાભાઈ મહેશ્વરીનું મૃત્યુ થયું હતું. પોલીસસૂત્રોએ  વિગતો આપતાં જણાવ્યું હતું કે  દબડા બાય પાસ રોડ ઉપર શ્યામ કન્સ્ટ્રકશનની સામે તા. 19/11ના સાંજેના  પ વાગ્યાના અરસામાં છકડો રિક્ષા નં. જી.જે.12.વાય.0634 ના  ચાલકે પગે ચાલીને જતા અંજાર કાનજીભાઈ રામજીભાઈ મહેશ્વરીને  ટકકર  મારી હતી. જેમાં   કાનજીભાઈને  મોઢા અને માથાના  ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુ પામનાર કાનજીભાઈ મજૂરી કામ કરી પોતાના ઘરે જતા હતા તે વેળાએ તેમને  આ અકસ્માત નડયો હતો. આ અંગે વધુ તપાસ  પી.એસ.આઈ. ગોપાલસિંહ વહુનિયા ચલાવી રહ્યા  છે.માર્ગ અકસ્માતનો  બીજો બનાવ તેરા-લાખણિયા  માર્ગે ઉપર ગઈકાલે  મોડી સાંજના અરસામાં બન્યો હતો.નલિયા કુમાર શાળા  શિક્ષક કેશવજી દામજી મહેશ્વરીની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે  દામજીભાઈ મહેશ્વરી સ્પેલન્ડર  મોટર સાઈકલ નં. જીજે. 12. બી.એચ.1853 લઈને જતા હતા  ત્યારે બજાજની  મોટર સાઈકલ નં. જીજે. 12.ઈ.બી.2225ના ચાલક  અને  આરોપી રહેમતુલા સુમાર જતે   ટકકર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા  પ્રૌઢ વયના દામજીભાઈને  સારવાર કારગત નીવડે તે પહેલાં  તેમણે આંખો મીંચી લીધી હતી. આ  અંગે પોલીસે આગળની  તપાસ હાથ ધરી  છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer