જુગારનો અડ્ડો ચલાવતો તુણાનો શખ્સ પાસામાં પુરાતાં ભારે ફફડાટ

ગાંધીધામ, તા. 21 : પૂર્વ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાએ જુગારનો અડ્ડો ચલાવનારા  તુણાના એક શખ્સ સામે પાસા તળે કાર્યવાહી  કરી  તેને  લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે  ધકેલી દીધો હતો. બોર્ડર રેન્જના વડા  જે.આર. મોથાલિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા મયૂર પાટીલ ધ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલાં લેવાની અપાયેલી  સૂચના બાદ પૂર્વ કચ્છ એલ.સી.બી.એ જુગારનો અડ્ડો ચલાવનારા  અંજાર તાલુકાના તુણાના સમસુદીન ઉર્ફે ગોલુ ઈબ્રાહીમ બુચડ  (ઉ.35) વિરુધ્ધ પાસા તળે  કાર્યવાહી  હાથ ધરી હતી. કલેકટર તરફથી વોરંટ ઈશ્યુ કરાતાં બહારથી ખેલીઓ બોલાવી જુગારનો અડ્ડો ચલાવતા આ  શખ્સની પોલીસે પાસા તળે અટકાયત કરી તેને સુરત લાજપોર સેન્ટ્રલ જેલ હવાલે કર્યો  હતો. પોલીસતંત્ર ધ્વારા બેરોકટોક રીતે જુગારનો અડ્ડો ચલાવનારા  સામે પાસાનું હથિયાર ઉગામાતાં આ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનેક અસામાજિક તત્વોમાં ફફડાટનો ફેલાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer