ભુજપુર આત્મહત્યા કેસમાં ઘરજમાઇ પતિ સામે દુપ્રેરણ મામલે ફોજદારી

ભુજ, તા. 21 : મુંદરા તાલુકાના ભુજપુર ગામે બે દિવસ પહેલાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેનારી પાયલના કિસ્સામાં તેના ઘરજમાઇ તરીકે રહેતા પતિ મૂળ પશ્ચિમ બંગાળના વતની લલિત મોહન જના સામે ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરવાની ફરિયાદ લખાવાઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ મરનાર પાયલના ભાઇ રાજેશ મહેશ મહંતો દ્વારા મુંદરા પોલીસ મથકમાં પાયલના પતિ લલિત મોહન સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો. ઘરજમાઇ તરીકે સાસરે રહેતો આરોપી કોઇ કામધંધો કરતો ન હતો. આ ઉપરાંત પત્ની સાથે અવારનવાર ઝઘડા કરીને તે તેને ત્રાસ આપતો હતો. જેના કારણે મરનારે આત્મહત્યા કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer