ભુજમાં પોલીસ પરના હુમલાના કેસમાં ચાર આરોપીને જામીન

ભુજ, તા. 21 : શહેરમાં નાગોર રોડ ખાતે દેશી દારૂ બાબતે દરોડો પાડવા ગયેલી પોલીસ ટુકડી ઉપર હુમલો કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરેલા ચાર આરોપીને અદાલતે શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો આદેશ કર્યો હતો. અત્રેના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ પોલીસે પકડાયેલા આરોપી ધર્મેન્દ્ર વરજાંગ દાફડા, હંસા વરજાંગ દાફડા, સવિત વરજાંગ દાફડા અને ભારતીબેન વરજાંગ દાફડાને રિમાન્ડની માગણી સાથે રજૂ કર્યા હતા. ન્યાયાધીશે રિમાન્ડની માગણી નામંજૂર  કરતા આ ચારેયને શરતોને આધીન જામીન ઉપર મુકત   કરતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય અને જિગરદાન એમ. ગઢવી રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer