ભુજ શહેર-તાલુકામાં 17 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 21 : જિલ્લામાં કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરના રવાણી ફળિયામાં જલારામ મંદિર સામે વિમળાબેન કિશોરભાઇ સોનીનું ઘર, બેંકર્સ કોલોની શેરી નં. 2માં આવેલ ઘર નં. 62 (ગુણવંતીબેન સોની)નું ઘર, કૈલાશનગરમાં ઘર નં. 961 (હિતેશભાઇ ધનરાજભાઇ માણેક)નું ઘર, વાલદાસનગરમાં શેરી નં. 9/એમાં આવેલ ઘર નં. 2 પાર્ટ-8 (સ્વીટીબેન ધીરેનભાઇ સચદે)નું ઘર, વાણિયાવાડી ડેલામાં વંદન સંજયભાઇ દોશીનું ઘર, શિવકૃપા નગરમાં આવેલ પ્લોટ નં. 12 (મુનુરેન જુજુલ કંકલતા)નું ઘર, મિરજાપર ગામે પંચાયતવાળી શેરીમાં માનબાઇ?રામજી હીરાણીના ઘરથી રાજેશનાથ શંભુનાથ બાવાજીના ઘર સુધી, આઇયાનગરમાં ઘર નં. 351 (જમનાબેન મમુભાઇ?આયર)નું ઘર, જૂની રાવલવાડીમાં ગાયત્રી ગરબી ચોકની બાજુમાં કેશવજી ધનજી લોંચાનું ઘર, કૈલાશનગરમાં ઘર નં. 918 (બિંદિયાબેન જીજ્ઞેશભાઇ સુથાર)નું ઘર તથા બાજુમાં આવેલ ઘર નં. 917, ન્યુ ગાયત્રી કોલોનીમાં `દેવીકૃપા' ઘર નં. 92 (દામજીભાઇ ચોપશી મહેશ્વરી)નું ઘર, સુમરાસર શેખ?ગામે વાડી વિસ્તારમાં રાજેશ હરી લખણા ચાડનું ઘર, માધાપર નવાવાસ ગામે મફતનગર વિસ્તારમાં જગદીશ બાબુ જંગમના ઘરથી ઇશ્વર દેવરાજ ગજરાના ઘર સુધી, ભક્તિધામ એપાર્ટમેન્ટમાં આવેલ સુધીરભાઇ ગોવિંદજી વૈદ્યનું ઘર, કેરા ગામે શ્રીનગરમાં આવેલ મનહરભાઇ હિંમતદાન ગઢવીનું ઘર, માનકૂવા ગામે બાવળવાડી વિસ્તારમાં આવેલ રમેશભાઇ નરભેરામભાઇ ઠક્કરનું ઘર તથા બાજુમાં આવેલ કીર્તિભાઇ નરભેરામભાઇ ઠક્કરનું ઘર, કુકમા ગામે મોટા ચોક વિસ્તારમાં આવેલ હીરારામ જયરામ પરમારના ઘર સહિત જમણી બાજુએ આવેલ દિનેશ લાલજી ટાંકના ઘરથી ડાબી બાજુએ આવેલ રતનબેન આહીરના ઘર સુધી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer