ભુજમાં ઘરફોડ ચોરીને અંજામ આપનારા આરોપીને દબોચાયો

ભુજ, તા. 21 : શહેરમાં દિવાળી તહેવારો દરમ્યાન સરપટ નાકા બહારશાંતિનગર ખાતેના સમાવાસ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે આ જ વિસ્તારમાં રહેતા સતાર મામદ સમાને પકડી પાડી આ તસ્કરીનો ભેદ ખોળી કાઢયો હતો. દિવાળીના દિવસે પ્રકાશમાં આવેલા આ બનાવમાં એ. ડિવિઝન પોલીસ મથકના સહાયક ફોજદાર કિશોરાસિંહ જાડેજાને મળેલી બાતમી અન્વયે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય બાબતોને કેન્દ્રમાં રાખીને લેવાયેલા પગલામાં સતાર સમાને પકડાયો હતો. આરોપી પાસેથી ચોરાઉ ચાંદીના તોડા અને રૂા. 5200 રોકડા કબ્જે કરાયા હતા તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer