ભુજમાં પ્રવાસીઓને માહિતી આપતાં કેન્દ્રનો લાભ લેવા અનુરોધ

ભુજ, તા. 21 : ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડની પ્રવાસી માહિતી કેન્દ્ર ભુજ કચેરી દ્વારા પ્રવાસનને વેગ આપવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રમાં પ્રવાસન અંગેની માહિતી પ્રવાસન સ્થળો, ફેસ્ટિવલ્સ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. તોરણ હોટેલ્સ, રણઉત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, હોમ સ્ટે, વાહન અંગે માહિતી તેમજ બાકિંગ સુવિધાઓ આપવામાં આવી રહી છે. હવાઈ યાત્રા કરતા પ્રવાસીઓ માટે પણ ઉપરોક્ત તમામ સુવિધા એરપોર્ટ -ભુજ મધ્યે સતત પૂરી પાડવામાં આવી રહી છે. આ અંગેની વિગતે માહિતી મેળવવા પ્રવાસી માહિતી કેન્દ્ર-ભુજ કચેરીના સંપર્ક સૂત્ર આસિ. મેનેજર પ્રિયંકા જોશી, પ્રમોદકુમાર બળિયા, અર્જુનાસિંહ જાડેજા, ચિરાગ સોલંકી અને એરપોર્ટ ભુજ ખાતે કલીમ સમા તેમજ કચેરીનું પ્રવાસી માહિતી કેન્દ્ર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, પહેલો માળ, માહિતીભવન, બહુમાળી ભવનની સામે, ભુજ (કચ્છ) - 370001. ફોન નં. - 02832 224910 વધુ માહિતી અંગે અમારો સંપર્ક કરી શકો છો એમ પ્રવાસી માહિતી કેન્દ્ર-ભુજ કચેરીના આસિ. મેનેજર પ્રિયંકા જોશી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer