આરટીઓ દ્વારા કાર-દ્વિચક્રી વાહનોના નંબર માટે ઓનલાઈન અરજી મંગાવાઈ

ભુજ, તા. 21 : જિલ્લા આરટીઓ દ્વારા કાર તથા દ્વિચક્રી વાહન માટેની નંબર શ્રેણીમાં બાકી રહી ગયેલા `ગોલ્ડન' અને `સિલ્વર' શ્રેણીના નબંરો માટે ઈ-ઓક્શન માટે વાહનચાલકો પાસેથી બોલી મંગાવાઈ છે. કાર શ્રેણી માટે જીજે-12-એફએ ઉપરાંત અગાઉની ડીએમ, ડીએસ અને ઈઈ શ્રેણીના બાકી રહેતા નંબરો માટે 23/11થી 28/11 દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે, જ્યારે 29/11થી 1/12ના બપોરે બે વાગ્યા સુધી ઓનલાઈન બિડિંગ કરી શકાશે. આ ઓનલાઈન હરાજીનું પરિણામ 1/12ના બપોરે બે વાગ્યા બાદ જાહેર કરવામાં આવશે. એ જ રીતે દ્વિચક્રી વાહનો માટે જીજે-12-ઈજી ઉપરાંત અગાઉની ડીએલ, ડીએન, ડીપી, ડીક્યૂ, ડીઆર, ઈએ, ઈબી, ઈસી, ઈડી, ઈએફ શ્રેણી માટે ઓનલાઈન અરજી 25/11થી 30/11 દરમ્યાન, બિડિંગ માટે તા.1/12થી 3/12 બપોરે બે વાગ્યા સુધી અને પરિણામ તે જ દિવસે બપોરે બે વાગ્યા બાદ જાહેર કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer