વિથોણમાં શાકભાજીના વેપારીને કોરોના આવતાં ગામમાં ફફડાટ

વિથોણ (તા. નખત્રાણા) તા. 21 : ગામમાં શાકભાજીનો વેપાર કરતા બકાલીને કોરોના હોવાની વાત ગામમાં વાયુવેગે ફેલાઈ જતાં જેટલા લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેમાં ઉચાટ જોવા મળે છે અને ગામમાં ફફડાટ વ્યાપ્યો છે. દેવપર (યક્ષ)ના પિતા-પુત્ર શાકભાજીનો વેપાર કરવા વિથોણ આવે છે. પુત્રને કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગે તેમને સારવાર માટે લઈ જતાં સંપર્કમાં આવેલા લોકો હોમ કવોરેન્ટાઈન થઈ ગયા છે અને આથી ગામમાં ભયનો માહોલ છે. વિથોણ ઉપરાંત બાજુના ગામ દેવપર (યક્ષ) ખાતે કોરોનાના લક્ષણ ધરાવતા અનેક કેસો સામે આવતાં દેવપર ગામે માસ્ક ફરજિયાત અને સામાજિક અંતર રાખવા પર ભાર મુકાયો છે.  લોકોને ઘરમાં રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. વિથોણના વેપારી આગેવાનોએ પણ ગ્રાહકોને સરકારી નિયમોનું પાલન કરવા અને જરૂર જણાય તો જ ઘરથી બહાર નીકળવું, નાના-મોટા સૌએ માસ્ક પહેરવું તેવું જણાવ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer