નાની રાયણ નજીક તળાવમાં મગર દેખાતાં માલધારીઓમાં ભય ફેલાયો

કોડાય (તા. માંડવી), તા. 21 : તાલુકાના નાની રાયણ ગામ નજીક કપુરિયા તળાવમાં મગર દેખાતાં માલધારીઓ અને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ તળાવની આજુબાજુ ગાયો અને બકરીઓના વાડા પણ છે અને ગામની ભેંસો આ તળાવમાં ન્હાય છે જેથી માલધારીઓમાં ચિંતા ફેલાતાં ગામના ઉપસરપંચ જીવરાજ હરિભાઈ ગઢવીએ માંડવી આર.એફ.ઓ.  કે. એમ. ખેરને આ બાબતે જાણ કરતાં વન વિભાગ દ્વારા તત્કાળ ધોરણે પાંજરું ગોઠવી મગરની શોધ હાથ ધરાઈ છે. વનવિભાગના ફોરેસ્ટર શૈલેશ પટેલ, નરેન્દ્ર વેલાણી (વનરક્ષક-ગુંદિયાળી)એ જરૂરી તજવીજ હાથ ધરી હતી. ગામના ઉપસરપંચ જીવરાજ ગઢવી, ગામના અગ્રણી નાગશી લખમણ ગઢવી, કરસન લખમણ ગઢવી, કનૈયા અરજણ, અરવિંદ કેશવ ગઢવી અને યુવાનો જોડાયા હતા. મગર કેવી રીતે તળાવમાં આવ્યો તે અસમંજસભર્યું છે. સત્વરે મગરને શોધી અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ માલધારીઓએ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer