શેખપીરથી ભચાઉનો માર્ગ તાકીદે સુધારો

ભુજ, તા. 21 : અહીંની કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષપદે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની પ્રથમ તબક્કાની બેઠક યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત અબડાસા નવનિયુકત ધારાસભ્ય  પ્રદ્યુમનાસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ  લક્ષ્મણાસિંહ સોઢા અને જિલ્લા ન્યાય સમિતિ ચેરમેન વસંતભાઇ વાઘેલા,  રાપર ધારાસભ્ય સંતોકબેન બચુભાઇ અરેઠિયાના પ્રજાલક્ષી વીજળી, પાણી, રોડ રસ્તા, પશુ ખેતી અને આરોગ્યના કુલ 24 પ્રશ્નો, ફરિયાદ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.નિવાસી અધિક કલેકટર  કુલદીપાસિંહ ઝાલાએ જિલ્લાના સંકલિત કચેરીઓના સબંધિત અધિકારીઓના રજૂ કરાયેલા પ્રશ્નો અને મૌખિક રજૂઆતો બાબતે જરૂરી સૂચનો અને અમલવારી માટે જણાવ્યું હતું. બેઠકમાં રાપર તાલુકાના 66 મોડા કે.વી.સબસ્ટેશનની કામગીરી 2 મહિનામાં પૂર્ણ કરી કાર્યરત કરવાની ચર્ચા કરાઇ હતી. અંજાર તાલુકાના રામપર, તુણા, વંડી, વીરા અને માથક ખાતે ટાવર ફાઉન્ડેશન કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરાતા 66 કે.વી.સબસ્ટેશન ચાલુ કરાશે એમ ગેટકો બાંધકામ ઈજનેર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. શ્રી સોઢાની રજૂઆતો પૈકી શિયાળુ પાક માટે નર્મદાનું પાણી ચાલુ રાખવા અધિક નિવાસી કલેકટરે સબંધિતોને રજૂઆત કરવા બાંહેધરી આપી હતી.  અબડાસા ધારાસભ્ય  પ્રદ્યુમનાસિંહ જાડેજાએ પણ 3 રજૂઆતો પૈકી શેખપીર-ભચાઉ રોડ રિપેરીંગ, ટોલનાકા ઈમરજન્સી એકઝીસ્ટ, નરેડીગ્રામના આવાસ સબંધે યોગ્ય નિરાકરણ માટે રજૂઆત કરી હતી.  જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન  વસંતભાઇ વાઘેલા દ્વારા રજૂ કરાયેલી આરોગ્ય સબંધી જી.કે.જનરલ હોસ્પિટલની, ભુજ-નખત્રાણા હાઈવે બમ્પની સમસ્યા, પવનચક્કી માલસામાન હેરાફેરી વાહનથી ઉદ્ભવતા અકસ્માતો તેમજ 23 પશુ દવાખાના કાર્યરત બાબતોની સબંધિતોને અમલવારી  કરવા   સૂચના અપાઇ હતી. રાપર ધારાસભ્ય શ્રીમતી અરેઠીયાના પડતર પ્રશ્નો અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી અધિકારીને ભચાઉ-રાપરના માર્ગો માટે તેમજ જી.કે.જનરલ હોસ્પિટલની અસુવિધા બાબતે સબંધિતો પાસેથી જવાબ મેળવેલા. કોવિડ-19ને મ્હાત કરવાની અમલવારી તેમજ આરોગ્ય સબંધી બાબતો રજૂ કરાતાં ડિઝાસ્ટર મામલતદાર અને ભચાઉ પ્રાંત શ્રી જાડેજાએ જવાબો રજૂ કર્યા હતા. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા આ પ્રાથમિક પ્રશ્નો ફરિયાદ બાબતે સબંધિતોને તત્કાળ અમલવારી માટે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer