10.4 ડિગ્રીએ નલિયામાં ઠંડીનો ચમકારો યથાવત

10.4 ડિગ્રીએ નલિયામાં ઠંડીનો ચમકારો યથાવત
ભુજ, તા. 20 : નવા વર્ષથી જ કચ્છમાં ઠંડીના ચમકારાએ પોતાની પકડ મજબૂત બનાવી છે, ત્યારે 10.4 ડિગ્રી સાથે નલિયામાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને સતત બીજા દિવસે નલિયા રાજ્યનું સર્વાધિક ઠંડું મથક બની રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં 15.4, કંડલા (એ)માં 13.1 અને કંડલા પોર્ટમાં 15.5 ડિગ્રી તાપમાને ઠંડીનો ચમકારો યથાવત રહેવા સાથે આંશિક રાહત પણ મળી હતી. મહત્તમ તાપમાનનો પારો તમામ મથકોમાં 30 ડિગ્રીથી ઉપર પહોંચતાં દિવસના ભાગે હુંફાળો માહોલ અનુભવાયા બાદ સાંજ ઢળતાં જ ફરી એકવાર લોકોને ગરમ વત્રો પહેરવાં પડે તેવી ઠંડીનો ચમકારો અનુભવવાનું ફરી એકવાર શરૂ થઇ ગયું હતું. સામાન્ય વધઘટ સાથે ઠંડીનો દોર જારી રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યકત કરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer