ભારાપર ખાતેના ઔદ્યોગિક એકમમાં આગની ઘટનાના પગલે ભારે દોડધામ

ભારાપર ખાતેના ઔદ્યોગિક એકમમાં આગની ઘટનાના પગલે ભારે દોડધામ
ગાંધીધામ, તા. 20 : તાલુકાના ભારાપરમાં આવેલા એક ઓદ્યોગિક એકમમાં કોઈ કારણોસર આગ લાગતાં  દોડધામ મચી હતી.સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી. ભારાપરમાં આવેલી રેણુકા સુગર નામના ઔદ્યોગિક એકમમાં આજે સાંજે 5 વાગ્યાના અરસામાં આગનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ આગને પગલે તુણા પોર્ટ, ગાંધીધામ ઈ.આર.સી. સહિત ત્રણ ફાયર ફાઈટરો બનાવ સ્થળે ધસી આવ્યાં હતાં. અગ્નિશમનદળની ટીમે અંદાજિત 1 કલાક સુધી સતત પાણી મારો ચલાવીને આગ ઉપર વિજય મેળવ્યો હતો. આગમાં કોઈ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.  એકમના કન્વર્ટ બેલ્ટમાં કોઈ ટેકનિકલ કારણે આગ લાગી હોવાનું અનુમાન ફાયર વિભાગના જાણકારોએ વ્યકત કર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer