કચ્છમાંથી ત્રણ ફોજદાર બદલ્યા : સાત નવા આવ્યા

ભુજ, તા. 20 : રાજ્યના પોલીસદળમાં ફરજ બજાવતા બિનહથિયારી સબ ઇન્સ્પેક્ટર કક્ષાના 130 અધિકારીની જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ હુકમોમાં કચ્છમાંથી ત્રણ અધિકારી બદલ્યા છે, તેની સામે સાત અધિકારી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં મુકાયા છે. રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા જારી કરાયેલા હુકમમાં બનાસકાંઠાથી જાડેજા મહાવીરસિંહ બાલુભાને પશ્ચિમ કચ્છમાં, પટેલ અજમલભાઇ વરધાભાઇને  અમરેલીથી પૂર્વ કચ્છમાં, સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવતા મહેશ્વરી સામત આસપરને પશ્ચિમ કચ્છમાં, અમરેલીના જાડેજા ગુલાબસિંહ પ્રવીણસિંહને પ. કચ્છમાં, તો પાટણથી ચૌહાણ વિજય સામજીને 5. કચ્છમાં, જ્યારે બાર ઇશ્વરભાઇ પ્રભુભાઇને અમદાવાદ શહેરથી પશ્ચિમ કચ્છમાં અને તિવારી હરેશકુમાર શ્યામબરનને અમદાવાદ શહેરથી પૂર્વ કચ્છમાં મુકાયા છે. તો તેમની સામે પૂર્વ-પશ્ચિમ કચ્છમાંથી બદલાયેલા પીએસઆઈ નાંદોલિયા પીરમહંમદ સુલેમાનભાઇને પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠા, ધાસુરા આબાદખાન દાદામિયાંને પશ્ચિમ કચ્છમાંથી બનાસકાંઠા, જ્યારે રાણા મૂળરાજસિંહ સુરુભાને પૂર્વ કચ્છમાંથી ગાંધીનગર અને પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા જાડેજા હરદીપસિંહ હરિસિંહને અમદાવાદ શહેર મુકાયા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer