કોડાયમાં હવન અને પૂજન સહિતના કાર્યક્રમમાં ભાવિકોનો સમૂહ જોડાયો

કોડાયમાં હવન અને પૂજન સહિતના કાર્યક્રમમાં ભાવિકોનો સમૂહ જોડાયો
કોડાય (તા. માંડવી), તા. 20 : આ ગામે ભક્તિ પાર્શ્વનાથ જિનાલયના પટાંગણમાં જૈન મુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.ની નિશ્રામાં હવન-પૂજન યોજાયા હતા. લાભાર્થી રાજેશભાઇ સંઘોઇ (સાડાઉ), નીલેશ છેડા, અનિલ ગાલા વડાલાના લાભાર્થી રહ્યા હતા. આ પ્રસંગે મુનિ તારાચંદ મુનિ, ભક્તિબાપુ, પ્રશાંતમુનિ અને સમર્પણમુનિએ આશીર્વચન આપ્યા હતા. જીવદયાની પ્રવૃત્તિ પણ થઇ હતી. જૈન મુનિ વિદ્યાચંદ્રવિજયજી. મસા.એ મહામારી કોરોના દૂર થાય તેવા આશીર્વચન આપ્યા હતા. પૂજન દીપકભાઇ (ભુજ)એ કર્યું હતું. ટ્રસ્ટી અમૂલભાઇ દેઢિયા, નરેન્દ્રભાઇ મારૂ, નવીનભાઇ શાહ, ખુશાલભાઇ રાંભિયા, હરખચંદભાઇ ગાલા અને તેજસ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer