વિશિષ્ટ પ્રજાતિનો આફ્રિકન પોપટ ચાર દિવસે પરત મળતાં હાશકારો

વિશિષ્ટ પ્રજાતિનો આફ્રિકન પોપટ ચાર દિવસે પરત મળતાં હાશકારો
ભુજ, તા. 20 : અહીંના એક પરિવારે બે વર્ષથી પાળેલો વિશિષ્ટ પ્રજાતિનો આફ્રિકન પોપટ  નવા વર્ષની રાત્રે ખોવાયા બાદ ચાર દિવસે પરત મળતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લેવા સાથે તેમના જીવમાં જીવ આવ્યો હતો. આઇયાનગરમાં રહેતા ભાવિન ગુંસાઇએ આ બાબતે જણાવ્યું કે, અમદાવાદના એક પરિચિત પશુ ચિકિત્સક પાસેથી ગ્રે કલરનો આફ્રિકન પેરોટ (પોપટ) ખરીદયો હતો. તાલીમબદ્ધ એવો આ પોપટ બોલતો હોવાના લીધે પરિવારજનોના લાગણીના તાર એની સાથે જોડાઇ ગયા હતા. બેસતા વર્ષના દિવસે આ પોપટ એકાએક ગુમ થઇ ગયા બાદ વર્તમાનપત્રમાં જાહેરાત આપવા સાથે તેની શોધખોળ હાથ ધરાયા પછી શુક્રવારે સવારે પ્રમુખ સ્વામી નગરમાં એક ઘર પાસે મળી આવતાં રાહત થઇ હતી. શહેરમાં આવા આફ્રિકન પોપટ બેથી ત્રણ પરિવારો પાસે હોવાનુંય જાણવા મળ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer