કોરોના વોરિયર્સ નિબંધ સ્પર્ધામાં કનકપર કોલેજનો છાત્ર ઝળક્યો

કોરોના વોરિયર્સ નિબંધ સ્પર્ધામાં કનકપર કોલેજનો છાત્ર ઝળક્યો
ભુજ, તા. 20 : ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે કચ્છ યુનિવર્સિટી કક્ષાએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે `કોવિડ-19 વોરિયર્સ' થીમ ઉપર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં સ્વ. અનિરુદ્ધ જેન્તીલાલ પરષોત્તમ ભાનુશાલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કનકપરના તૃતીય વર્ષના વિદ્યાર્થી જાડેજા શિવરાજસિંહને તૃતીય નંબર પ્રાપ્ત થયો છે. આ બદલ કચ્છ યુનિ. દ્વારા પુરસ્કાર પેટે રૂા. 2,000નો ચેક આપવામાં આવ્યો છે. જે પુરસ્કારની રકમ કોલેજના ટ્રસ્ટી ગોવિંદભાઈ ભાનુશાલી, આચાર્ય ડો. મેહુલ પટેલ તથા અધ્યાપકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીને એનાયત કરાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer