રાપરની શાકમાર્કેટમાં 200થી વધુ વેપારીઓનું કોરોના ટેસ્ટિંગ કરાયું

રાપરની શાકમાર્કેટમાં 200થી વધુ વેપારીઓનું કોરોના ટેસ્ટિંગ કરાયું
રાપર, તા. 20 : હાલ કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશમાં અને રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્યમથક એવા રાપર શહેરની મુખ્ય બજાર અને શાકભાજી માર્કેટમાં માસ્ક વગર વેપારીઓ અને ગ્રાહકો જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં ઠંડી વધી રહી છે ત્યારે આ કોરોના વાયરસનું સંક્રમણ પણ વધશે છતાં લોકો બેપરવાહ બની ગયા છે. ત્યારે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ના આદેશ મુજબ રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૌલ અને ટીમ તેમજ રાપર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર મેહૂલ જોધપુરા અને હેતુભા રાઠોડની ટીમ દ્વારા રાપર શાકમાર્કેટમાં શાકભાજીના વેચાણ કરતા બસોથી વધુ વેપારીઓના કોરોના ટેસ્ટ કરાવાયા હતા. રાપર તાલુકા હેલ્થ કચેરી અને નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં લગભગ વેપારીઓના સેમ્પલ લેવામાં આવશે અને જો કોરોના વાયરસનું સંક્રમણ વધુ આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં તંત્ર દ્વારા વધુ પડતાં પગલાં લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer