સેનાએ પાકને જવાબ આપી દીધો : મોદી

નવી દિલ્હી, તા. 20 : ભારતની સેનાના જાંબાઝ જવાનોએ નાગરોટામાં પાકિસ્તાની પીઠબળવાળા ચાર આતંકવાદીઓને ફૂંકી મારતાં કાશ્મીરમાં હિંસા ફેલાવવાનો નાપાક ઇરાદો નાકામ થઇ ગયો છે. એટલે પાકને જવાબ મળી ગયે છે, તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું. પાકિસ્તાની આતંકવાદીઓનો  ભારતમાં 26-11 જેવા મોટા હુમલાનો નાપાક મનસૂબો હતો.નાગરોટા એન્કાઉન્ટર પર સમીક્ષા માટે બેઠક બોલાવવાથી પહેલાં લગાતાર બે ટ્વિટ કરીને વડાપ્રધાને નાગરોટા પ્રકરણમાં પાકિસ્તાનનું સીધું નામ લીધું હતું.મોદીએ કહ્યું હતું કે, પાક સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓ સાથે હથિયારો, વિસ્ફેટકોનો જંગી જથ્થો મળવો સ્પષ્ટ સંકેત આપે છે કે, પાકિસ્તાની આતંકવાદીઓ આપણા દેશમાં દહેશત ફેલાવવા ઘુસ્યા હતા. ભારતની સેનાએ તેમના નાપાક મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું છે. આપણા જાંબાઝ જવાનોએ કાશ્મીરમાં જમીની સ્તરની લોકતાંત્રિક પ્રણાલીને નિશાન બનાવવાનો નાપાક કારસો નાકામ કરી દીધો છે, તેવું વડાપ્રધાને કહ્યું હતું.નાગરોટા એન્કાઉન્ટરની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન મોદીએ બોલાવેલી બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવેલ, ટોચના ગુપ્તચર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.દરમ્યાન કેન્દ્ર સરકારના સૂત્રોના દાવા અનુસાર ભારતમાં ઘૂસેલા જૈશના આતંકીઓ 26-11 હુમલાની વરસીએ જ એક મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer