અલ-કાયદા વડા જવાહિરીનું મોત !

કાબુલ, તા. 20 : દુનિયામાં સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન અલકાયદાના વડા અયમાન અલ જવાહિરીનું અફઘાનિસ્તાનમાં મોત થઈ ગયું છે, તેવો દાવો અરબ ન્યૂઝના અહેવાલમાં કરાયો છે. અહેવાલ અનુસાર તેનું મોત પ્રાકૃતિક કારણોથી થયું છે, જવાહિરી છેલ્લીવાર 9-11 હુમલાની વરસીએ જારી કરાયેલા એક વીડિયોમાં દેખાયો હતો. અલ-કાયદાના એકે અનુવાદકે અહેવાલમાં જણાવ્યું હતું કે, ગત સપ્તાહે ગજનીમાં જવાહિરીનું મોત થઈ ગયું હતું. અસ્થમાની બીમારીની સારવાર ન થઈ શકતાં અલ-કાયદા વડાએ દમ તોડયો હતો. પાકિસ્તાનના સુરક્ષા અધિકારીએ પણ જવાહિરી જીવિત નથી તેવી વાતને સમર્થન આપ્યું હતું. જો કે, અરબ ન્યૂઝના અહેવાલમાં જવાહિરીનાં મોતના સમાચારને સમર્થન નહોતું અપાયું, પરંતુ અલ-કાયદાના નિકટના સૂત્રોએ મોતનો દાવો કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer