કરચોરીથી દેશને વર્ષે 70 હજાર કરોડનો ફટકો

મુંબઈ, તા. 20 : આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ અને ખાનગી કરચોરીનાં વાંકે દુનિયાનાં દેશો વર્ષે કુલ મળીને આશરે 427 અબજ ડોલર ગુમાવે છે. ભારતમાં કરચોરીનાં કારણે સરકારી ખજાનાને થતી નુકસાનીનો આ આંકડો 10.3 અબજ ડોલર એટલે કે આશરે 70 હજાર કરોડ રૂપિયાની નુકસાની સરકારને થાય છે. એક સ્વતંત્ર સંશોધક આંતરરાષ્ટ્રીય નેટવર્ક ટેક્સ જસ્ટિસ નેટવર્ક (ટીજેએન) દ્વારા કરવામાં આવેલા પ્રથમ અધ્યયનમાં આ નિષ્કર્ષ આપવામાં આવ્યા છે.આ સંસ્થાનાં પ્રથમ રિપોર્ટની આવૃત્તિ ધ સ્ટેટ ઓફ ટેક્સ જસ્ટિસ-2020માં કહેવામાં આવ્યું છે કે, દુનિયાનાં દેશો વર્ષ કુલ મળીને 427 અબજ ડોલર જેટલી જંગી કરવેરાની આવક ટેક્સ હેવન દેશોમાં ગુમાવી નાખે છે. જેમાં 24પ અબજ ડોલર બહુરાષ્ટ્રીય કોર્પોરેટ કંપનીઓને કરધાંધલી અને 182 અબજ ડોલર ખાનગી કરચોરીનાં કારણે દેશો ગુમાવે છે. ભારતને કરચોરીનાં કારણે આવી કુલ નુકસાની 10.3 અબજ ડોલર જેટલી થાય છે. જેમાં કોર્પોરેટનો હિસ્સો 10.11 અબજ ડોલર અને ખાનગી કરચોરીનો હિસ્સો  0.20 અબજ ડોલર જેટલો છે. આમાં ભારતમાંથી વિદેશમાં થતું રોકાણ સૌથી મોટું કારણ બનીને ઉપસી આવે છે. જેમાં મોરેશિયસને 23.6 ટકા, સિંગાપુરને 17.2 ટકા અને નેધરલેન્ડ્સને 1.2 ટકા જેટલો હિસ્સો જાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer