કોહલીની અનુપસ્થિતિથી ઓસી 2-1થી શ્રેણી જીતશે: બોર્ડર

નવી દિલ્હી તા.20: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન એલેન બોર્ડર કોરોના મહામારી વચ્ચે તેના દેશમાં ફરી ક્રિકેટને રમતું જોવા આતુર છે. ભારતીય ટીમ સામેની ઓસ્ટ્રેલિયાની લીમીટેડ ઓવર્સની શ્રેણી 27 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. બોર્ડરનું માનવુંછે કે ચાર ટેસ્ટની સિરિઝમાં ભારત કરતા ઓસ્ટ્રેલિયાને વધુ જીતની તક છે. કારણ કે વિરાટ કોહલી ફકત પહેલો ટેસ્ટ જ રમવાનો છે. જે ઓસ્ટ્રેલિયાના પક્ષમાં છે.બોર્ડર કહે છે કે ભારત માટે આ બહુ મોટો ફટકો છે. બોર્ડરના મતે ટેસ્ટ શ્રેણીનું પરિણામ 2-1 ઓસ્ટ્રેલિયાના પક્ષમાં રહેશે. બોર્ડરે કહ્યંy કે પહેલા કરતા ઓસ્ટ્રેલિયાનું બોલિંગ આક્રમણ મજબૂત બન્યું છે. આ ઉપરાંત સ્મિથ અને વોર્નરની હાજરીથી બેટિંગ પણ વધુ તાકાતવાળી બની છે. બધાને ખબર છે કે વિરાટ કોહલીની હાજરીથી ભારતીય ટીમમાં કેટલો ફરક પડે છે. તે બાકીના ત્રણ ટેસ્ટમાં નહીં હોય, એટલે ચોકકસ ભારતને નુકસાન થશે.બોર્ડરે એમ પણ કહ્યંy કે બાયો બબલને લીધે ખેલાડીઓને શારીરિક અને માનસિક થાકનો અનુભવ થશે. જે પણ આ શ્રેણીના પરિણામ પર અસર કરી શકે છે. બોર્ડરનું માનવું છે કે ટિમ પેન બાદ ફરી સ્ટીવન સ્મિથને સુકાન સોંપવું `મીડિયા સર્કસ ' બની જશે. હું નથી માનતો કે પસંદગીકારો સ્મિથ પાસે પાછા ફરવા માંગશે. તે ભલે ફકત રન કરતો રહે. આ તકે બોર્ડરે હાલના કાંગારૂ કોચ જસ્ટિન લેંગરની પ્રશંસા કરતા કહ્યંy કે તેણે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધાર્યોં છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer