જાયન્ટ્સ ગ્રુપે 31 દિવસમાં 31 સેવા પ્રકલ્પો હાથ ધર્યા

ભુજ, તા. 20 : જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિવિધ લોકસેવા, જીવદયા, આરોગ્ય સેવા, ગયોને ઘાસચારો, એકયુપ્રેશર સારવાર એવા ઘણા સેવાનાં કાર્યો કરાઇ રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ખાસ 31 દિવસમાં 31 સેવાકાર્યો હાથ ધર્યાં હતાં. શ્રી હરિ શાન્તિનિકેતન વૃદ્ધાશ્રમ મધ્યે એકયુપ્રેશર સારવાર પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. જાયન્ટ્સ પ્રમુખ હેમંત ઠક્કરે જાયન્ટ્સની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો. જાયન્ટ્સ દ્વારા સેવા આપનાર ડોકટર્સ લક્ષ્મણ દાફડા, હરીશ સોમૈયા, અમરસિંહ, ભાવનાબેન તેમજ હેમ બેલાણીનું શાલ ઓઢાડી સન્માન  કરાયું હતું. તેમજ સંસ્થાના ટ્રસ્ટી શશિકાંતભાઇ ઠક્કર, નરેન્દ્રભાઇ, જેન્તિભાઇ દૈયા અને ઇશ્વરભાઇ ઠક્કર દ્વારા ડોકટર્સનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી પરમારે પ્રવચન કર્યું હતું. વૃદ્ધાશ્રમના લાભાર્થીઓને પ્રભુભાઇ માકાણી તરફથી નાસ્તાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ સેવા કાર્યક્રમમાં પ્રદીપભાઇ જોશી, નરસિંહ ગોગારી, અરુણ જોશી જોડાયા હતા. આભારવિધિ વિનોદ ચૌહાણએ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer