માંડવીની પ્રા.શાળામાં ટોઈલેટ બ્લોક-હેન્ડવોશની સુવિધા ઊભી થઈ

માંડવી, તા. 20 : રોટરી ક્લબ ઓફ માંડવી-કચ્છ દ્વારા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા પ્રા. શાળા બાબાવાડી મધ્યે વીન્સ કાર્યક્રમ અંતર્ગત ટોઈલેટ બ્લોક તેમજ હેન્ડવોશ વ્યવસ્થાનું તાજેતરમાં ઉદ્ઘાટન થયું હતું. રોટરી પ્રમુખ પ્રતીક એચ. શાહના હસ્તે આ વ્યવસ્થા ઉદ્ઘાટિત થઈ હતી. તેમની સાથે પૂર્વ પ્રમુખ ભાવિન ગણાત્રા, પ્રોજેક્ટ ચેરમેન દર્શના શાહ, દાતા મુફદલ ખોખરવાલા રહ્યા હતા. રોટરી પ્રમુખ શ્રી શાહ તથા પૂર્વ પ્રમુખ ભાવિને પ્રસંગોચિત ઉદ્દબોધન કરી રોટરીના અન્ય શૈક્ષણિક કાર્યોની માહિતી આપી હતી. પ્રો. ચેરમેન દર્શના શાહે પ્રસંગ પરિચય આપી આ વ્યવસ્થાની યોગ્ય જાળવણી કરવા વિદ્યાર્થીઓને સમજ આપવા માટે શાળા પરિવારને અપીલ કરી તેમજ દાતાઓની દિલેરીને બિરદાવી હતી. શાળાના આચાર્ય નયનાબેન દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું.રોટરી મંત્રી દર્શન સચદેએ મુખ્ય દાતા ડો. પરાગભાઈ મર્દાનીયા તથા અન્ય સહયોગી દાતાઓ ડો. લાલજીભાઈ વાઘજીયાણી, ધકાણ હોસ્પિટલ પરિવાર, મુફદલ ખોખરવાલા (એવરશાઈન હાર્ડવેર), હરિલાલ ભગવાનજી એન્ડ કુ. હા. ઘનશ્યામભાઈ પંડયા, જલારામ પેટ્રોલિયમના રમેશભાઈ પટેલ, વિનાયક પેટ્રોલિયમના ભીમજીભાઈ પટેલનું સન્માન કરી આભાર માન્યો હતો. કો.પ્રો. ચેરમેન અક્ષય મહેતા, સર્વિસ ચેરમેન જુગલ સંઘવી, પુનિત શાહનું મોમેન્ટોથી સન્માન થયું હતું. કાર્યક્રમનું સંચાલન જયશ્રીબેન વ્યાસે જ્યારે આભારવિધિ સીમાબેન છાંટબારે સંભાળી હતી. યુ.ટી. જોશી, એચ.બી. ખીમાણી, જે.ડી. હોદારવાલા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer