હવે આરટીઓમાં મોરબીના અધિકારીએ તપાસાર્થે લટાર મારતાં જાગી ચર્ચા

ભુજ, તા. 20 : હજુ દિવાળી પહેલાં જ કમિશનર કક્ષાની સ્કવોડની તપાસથી ગાજેલી અહીંની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ)માં ફરી મોરબીથી અધિકારી તપાસમાં આવ્યાના અહેવાલોથી ચર્ચા જાગી છે. બિનસત્તાવાર રીતે મળતા અહેવાલો અનુસાર આરટીઓના એક અધિકારીની ચેમ્બરમાં એસી લગાવવાના મામલે બે વર્ષ અગાઉ થયેલી ફરિયાદના અનુસંધાને મોરબીથી અધિકારી આરટીઓ કચેરીમાં તપાસાર્થે આવ્યા હતા. જોકે સત્તાવાર રીતે મોરબીથી આવી કોઈ તપાસ આવ્યાને સમર્થન મળતું નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer