ભુજના વધુ 20 વિસ્તારમાં કોરોનાએ પ્રવેશબંધી લગાવી

ભુજ, તા. 20 : કોરોનાના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર શહેરમાં મુંદરા રિલોકેશન સાઈટમાં આવેલ ઘર નં. બી 88 (મિતેશભાઈ ઉપેન્દ્રભાઈ ઠાકર)નું ઘર, મિરજાપર ગામે ગોપાલપુરીમાં દબાસિયા હોસ્પિટલ પાછળ આવેલ વ્રજલાલ સૂરજી ઠક્કરના ઘરથી પ્રેમજી લાલજી પિંડોરિયાના ઘર સુધી, એન.આર.આઈ. કોલોનીમાં નીલેશ નવીનભાઈ જોશીનું ઘર, વાલરામનગર-1માં રઘુવંશી ચોકડી પાસે વીનાબેન પુનિતભાઈ ઠક્કરનું ઘર, ભાનુશાળીનગરમાં દીપાલી હરેશભાઈ ચંદેનું ઘર, પ્રમુખસ્વામી નગરમાં ઓધવ પાર્ક-2માં આવેલ ઘર નં. ડી-10 (હેમલભાઈ આર. બ્રહ્મક્ષત્રિય)નું ઘર, વોકળા ફળિયામાં વિક્રમ લાલજીભાઈ ઠક્કરનું, ન્યૂ ઘનશ્યામનગર, માનવ મંદિરમાં નયનાબેન ઉમિયાશંકર ગોરનું ઘર, મિરજાપર ગામે  હનુમાનજી મંદિરવાળી શેરીમાં આવેલ વિનોદ દેવજી હીરાણીના ઘરથી વિવેકસિંગ ચંદ્રકુમારસિંગ ગોરના ઘર સુધી ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં. 11-બી (અબ્દુલ કરીમ મેમણ)નું ઘર, અનમ એપાર્ટમેન્ટમાં સુનીલ જયંતીલાલ પારેખનું ઘર, માધાપર નવાવાસ ગામે વિરાજ હોટેલમાં આવેલ રૂમ નં. 104 (વાલજી નારણ કેરાસિયા)ના રૂમથી રૂમ. નં. 106/(બંધ રૂમ) સુધી કુલ-3 રૂમને તા. 25/11 સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે પ્રમુખ પાર્કમાં આવેલ શશિકાંત ગાંડાભાઈ બામભરોડિયાના ઘરથી કેસરસિંહ સોઢાના ઘર સુધી, આર.ટી.ઓ. રિલોકેશનમાં આવેલ ઘર નં. 13-બી (ઉષાબેન ધર્મેન્દ્રભાઈ મચ્છર)નું ઘર, સરપટ ગેટ ચોપદાર શેરીમાં અબ્દુલકયુમ ઈબ્રાહીમ ચોપદારનું ઘર, વાલ્મીકિનગરમાં આવેલ રવજીભાઈ ગાભાભાઈ પરમારનું ઘર, જનતાનગરીમાં આવેલ ઉષાબેન જસવંત ગડવાળાનું ઘર, ભારાસર ગામે હનુમાનજી મંદિરની સામે આવેલ અશ્વિન નારણભાઈ વરસાણીનું ઘર, માનકૂવા ગામે નવાવાસમાં રામ મંદિર તળાવવાળી શેરીમાં આવેલ હીરજી રવજી શિયાણીના ઘરથી સાલેમામદ ઈશા ચાકીના ઘર સુધી, સુખપર ગામે દરબારવાળી શેરીમાં આવેલ હાર્દિક મહેન્દ્રભાઈ લાછાણીના ઘરથી પ્રદીપ કાંતિલાલ મકવાણાના ઘર સુધીને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ-51થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઈ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer