પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં હવે 41 કર્મીની થઈ બદલી

ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં ગઈકાલે ફોજદારોની બદલીઓ બાદ આજે એલ.સી.બી. તથા એસ.ઓ.જી. સહિતના 41 જેટલા પોલીસ સ્ટાફની બદલીઓ કરવામાં આવી હતી.પૂર્વ કચ્છમાં 7  પી.એસ.આઈ.ની આંતરિક બદલીઓ બાદ પોલીસ બેડાંમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો અને હવે એસ.ઓ.જી.ની જગ્યાએ અન્ય શાખામાંથી વહીવટ ચલાવાશે તેવી વાતો વહેતી થઈ હતી તેવામાં આજે 41 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી.સ્થાનિક ગુનાશોધક શાખાના અમુક કર્મીઓની એસ.ઓ.જી.માં તો એસ.ઓ.જી.માં રહેલા અમુક કર્મચારીઓની એલ.સી.બી.માં બદલી કરવામાં આવી હતી. અમુક નવા ચહેરાઓને પણ આ મલાઈદાર શાખાઓમાં જગ્યા આપવામાં આવી હતી. અમુકને પદ્ધરના ખર્ચે તેમની મનપસંદ જગ્યા ઉપર મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ બદલીઓ બાદ અમુક બદીઓ ઉપર અંકુશ આવે છે કે પછી આ બધું ચાલુ જ રહેશે તેવા પ્રશ્નો બહાર આવી રહ્યા છે. આ બદલીઓ જાહેરહિતમાં કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer