રતનાલમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલી પકડાયા

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના રતનાલમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સની પોલીસે ધરપકડ કરી આ ખેલીઓ પાસેથી રોકડા રૂા.24,150 જપ્ત કર્યા હતા. રતનાલ ગામમાં આવેલા ખારીવાસ વિસ્તારમાં રહેનારો હારૂન બુઢા બાફણ નામનો ઈસમ પોતાના ઘર પાસે  લોકોને જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો.આ શખ્સના ઘર પાસેથી હારૂન બુઢા બાફણ અને તેની સાથે જુગાર રમતા વેલા કારા  ડુંગરિયા, જીતુ કાનજી ડુંગરિયા, અમીન હાસમ સંઘાર, મામદ બાવલા પઢિયાર, પ્રવીણ સામજી ડુંગરિયા અને ત્રિકમ ગોપાલ વરચંદ નામના ખેલીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધાણીપાસા વડે જૂગટું ખેલતા આ ખેલીઓ પાસેથી રોકડા રૂા. 24,150 હસ્તગત કરવામાં આવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer