ગાંધીધામની ખુલ્લી ગટરમાં નંદી પડી જતાં સંસ્થાએ બહાર કાઢયો

ગાંધીધામ, તા. 20 : અહીંની અખિલ ભારતીય નવયુગ સંસ્થા (ગૌ-રક્ષા દળ) ટીમે ખુલ્લી  ગટરમાં પડેલા નંદી મહારાજને બહાર કાઢયા હતા.ગાંધીધામ પાલિકા પાયાની  સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોવાથી  નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે તાજેતરમાં નગરના કલેકટર રોડ ઉપર ખન્ના માર્કેટ પાસે ખુલ્લી ગટરમાં એક નંદી મહારાજ પડી ગયા હતા.ગૌરક્ષક દળની ટીમે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને આ નંદીને બહાર કાઢયો હતો.આ કામગીરીમાં પ્રવીણભાઈ પટેલ, સંજય પ્રજાપતિ, સુરેશભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ પ્રજાપતિ, અતુલભાઈ પ્રજાપતિ, મોહિત સોની વગેરે જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer