અકસ્માત વળતરના કેસમાં ગ્રાહક તરફે ફોરમનો ચુકાદો

ભુજ, તા. 20 : કારને અકસ્માત નડવાના કેસમાં મોજણીકાર દ્વારા થયેલી મોજણી અનુસારની રકમ કારના માલિક એવા ગ્રાહક રશીદ તૈયબભાઇ માંજોઠીને વ્યાજ, ખર્ચ અને માનસિક ત્રાસની   રકમ સાથે ચૂકવવા માટેનો આદેશ કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે કર્યો હતો. આ પ્રકરણમાં મોજણીકારના અહેવાલ બાદ પણ લાંબા સમય સુધી વીમા કંપની ધી ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યુરન્સ દ્વારા વળતર મામલે કોઇ જ નિર્ણય ન લેવાતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. ફોરમ દ્વારા બન્ને પક્ષને સાંભળ્યા બાદ ફરિયાદીને વળતરની રકમ વ્યાજ, ખર્ચ અને માનસિક ત્રાસની રકમ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, વિક્રમ વાલજીભાઇ ઠક્કર અને હાર્દિક એન. જોબનપુત્રા રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer