નાયબ મુખ્યમંત્રી આજે અબડાસામાં લોકસંપર્ક કરશે

નાયબ મુખ્યમંત્રી આજે અબડાસામાં લોકસંપર્ક કરશે
ભુજ, તા. 28 : ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવતીકાલે અબડાસા વિધાનસભા મત વિસ્તાર પેટાચૂંટણી અંતર્ગત પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં જનમત માગવા અને સરકારની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓનું નિરૂપણ અબડાસાની જનતા સમક્ષ કરવા આવી રહ્યા છે. તા. 30-10ના ગુરુવારે સાંજે 4 કલાકે દયાપર ખાતે ભવાનભાઈના ખેતર પાસે અને સાંજે 6 વાગ્યે બસ સ્ટેશનની બાજુમાં, વિથોણ ખાતે એમ કુલ બે સ્થળોએ લોકસંપર્ક યોજવાના છે. તેમની આ મુલાકાત વેળાએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઝોન મહામંત્રી કે.સી. પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી સહિત જોડાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer