નાગરિકોના કામ કરવામાં કોંગ્રેસ અગ્રેસર

નાગરિકોના કામ કરવામાં કોંગ્રેસ અગ્રેસર
નખત્રાણા, તા. 28 : અબડાસા વિધાનસભા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીએ તાલુકાના નાની બન્ની વિસ્તાર પ્રવાસ કાર્યક્રમમાં નખત્રાણા તાલુકો કોંગ્રેસ તરફી રહેશે અને દેશના નિર્માણમાં કોંગ્રેસના કામો લોકો સુધી પહોંચાડવા કોંગ્રેસ અગ્રેસર રહી હોવાનું નખત્રાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઇ આહીરે જણાવ્યું હતું. જિલ્લા અને તાલુકા પંચાયત સીટ હેઠળ બૂથ મેનેજમેન્ટમાં સ્થાનિકથી પ્રદેશ કક્ષાની ટીમો તાલુકામાં કાર્યરત કરી ઘર ઘર સુધી પહોંચવાનું આયોજન હાથ ધરાયું હતું તેમ તા. પંચાયતના વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલે કહ્યું હતું. નખત્રાણા ખાતે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનોની મિટિંગ બાદ તાલુકાના ઐયર, લુડબાય, ધામાય સહિતના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત સીટ હેઠળના નિરોણામાં રાજેશભાઇ આહીર, દાનાભાઇ આહીર, વેલાભાઇ પટેલ, વિનોદપુરી ગોસ્વામી, પ્રેમજીભાઇ દાફડા, જુવાનસિંહ જાડેજા, નખત્રાણાના વંકાભાઇ રબારી, વિશનજીભાઇ પાંચાણી, પ્રેમજીભાઇ વાઘેલા, અમૃતભાઇ ધોળુ, વિથોણ જિલ્લા પંચાયત માવજીભાઇ મહેશ્વરી, મંગલ કટુઆ, રતિલાલ ખેતાણી, વેરશી મહેશ્વરી, રામદેવસિંહ જાડેજાની આયોજન માટે નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે તાલુકા પંચાયતના સભ્યો ઓસમાનભાઇ સુમરા, ભીમજીભાઇ વાઘેલા, રમેશદાન ગઢવી, વસંતભાઇ ખેતાણી સહિત આગેવાનોએ પણ તા.પં. સીટ હેઠળના ગામનું આયોજન હાથ?ધરી રહ્યા છે. પ્રદેશ કક્ષાએ, જિલ્લા કક્ષાએથી નિમણૂક બૂથ ઇન્ચાર્જ દ્વારા સ્થાનિક લોકોના સંકલનથી આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસ દરમ્યાન દેશમાં આઝાદી પછી દેશને ઊંચાઇ પર લાવનાર, દેશની પ્રગતિમાં કોંગ્રેસ દ્વારા શહીદી સહિતનો સહયોગ મળ્યો છે. ઉમેદવાર ડો. સેંઘાણીએ કોંગ્રેસ પક્ષ મારામાં વિશ્વાસ મૂકશે તો સ્થાનિકના પ્રશ્નો માટે વિધાનસભા, સંકલન, જિલ્લા, તાલુકા કક્ષાએ યોગ્ય સ્થાને વણઉકેલ્યા પ્રશ્નોની રજૂઆત કરી ઉકેલવાની ખાતરી આપી હતી. હંમેશાં લોકોની સાથે રહેવાની ખાતરી આપી હતી તેવું કોંગ્રેસ કાર્યાલયના ઇન્ચાર્જની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer