કોંગ્રેસે માલધારીઓ માટે અનેક યોજના આપી

કોંગ્રેસે માલધારીઓ માટે અનેક યોજના આપી
નખત્રાણા, તા. 28 : અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ હવે અંતિમ ચરણોમાં છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ડો. શાંતિલાલ  સેંઘાણીને જીતાડવા પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉમટી પડયા છે ને ગામડામાં પ્રચારમાં જોડાયા છે. ખાસ કરીને રબારી સમાજની માલધારીઓની વસ્તીવાળા ગામો આણંદપર, વડવાભોપા, ગંગોણ, નરેડી, ખારૂઆ, સરગુઆરા, ઉખેડા, બાલાચોડ વગેરે સ્થળે રાજ્યસભાના પૂર્વ સાંસદ સાગરભાઇ રાયકાએ માલધારીઓની  વચ્ચે જઇને જણાવ્યું હતું કે, કોંગ્રેસે રબારી સમાજના મારા જેવા નાના માણસને રાજ્યસભામાં મોકલ્યા હતા. કોંગ્રેસે માલધારીઓ માટે અનેક યોજના બનાવીને અમલમાં મૂકી હતી. હવે ભાજપ સરકારે તો માત્ર કાગળ ઉપર યોજના બનાવી છે. માલધારી વર્ગ તો પરેશાન છે એમ જણાવ્યું હતું. તેમની સાથે ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન સંગ્રામભાઇ ભરવાડે પણ રબારી સમાજને કોંગ્રેસની સાથે રહેવા અને શ્રી સેંઘાણીને જીતાડવા હાકલ કરી હતી. નખત્રાણા વિસ્તારમાં પ્રવાસ કરતા પૂર્વ ગૃહમંત્રી નરેશભાઇ રાવલ,  કરશનભાઇ?રબારી,  વંકાભાઇ રબારી, પન્નાભાઇ રબારી, જયવીરસિંહ જાડેજા, પ્રદેશમંત્રી રવીન્દ્ર ત્રવાડી, જિલ્લાના ઉપપ્રમુખ ચેતન જોષી, ડો. રમેશ ગરવા, સંજય ગાંધી, ભરત ગુપ્તા, શિવજી રબારી, કાનાભાઇ રબારી, કરશન રબારીએ કોંગ્રેસ તરફી જંગી મતદાન કરવા અનુરોધ કર્યો હતો તેવું પક્ષની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer