પક્ષી અભયારણ્યની ચિંતા ભાજપે કરી છે

પક્ષી અભયારણ્યની ચિંતા ભાજપે કરી છે
નખત્રાણા, તા. 28 : અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીની મતદાનની તારીખ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ અબડાસામાં  ઉમેદવારો ચૂંટણી પ્રવાસ પ્રચારમાં ગરમી આવતી જાય છે. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના નખત્રાણા તાલુકાના ઉગેડી-વિગોડી, રતડિયા, ઐયર, આમારા, પાનેલી, નાના મોટા વાલ્કા, હરિપર, ઘડાણી, ચરાખડા તો નાની બન્નીના જતાવીરા, પૈયા, મોતીચુર, ફુલાય, વેડહાર ,છારી, તલ, લૈયારી, ગેચડો વિગેરે ગામોમાં ભાજપ પરિવાર સાથે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.ગામેગામ તેમનું તેમજ ભાજપ પરિવારના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો. અગ્રણીઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા, તો જાડેજાને  વિજય અપાવવાના સંકલ્પ સાથે ભાજપ તરફી મત આપવાના વિશ્વાસ સાથે અપીલ કરવામાં આવી હતી. છેવાડાના અને આ સરહદી વિસ્તારમાં  પ્રવાસન ક્ષેત્રે વધુ ને વધુ વિકાસ?થાય સાથે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યમાં વધુને વધુ સગવડ સાથે પશુપાલનના વિકાસ માટે ભાજપ તેમજ જાડેજાએ સતત ચિંતા સેવી છે. એટલું જ નહીં આ પંથક જાડેજાનો પોતાનો ખુદનો છે ત્યારે ભાજપ સાથે જોડાઇ સરકારમાં ભાગીદારી કરવાની સાથે વધુ ને વધુ વિકાસ સાથે આરોગ્ય, શિક્ષણનો વ્યાપ  વધે, લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી નેમ વ્યકત કરવાની સાથે આ વિસ્તારના લઘુમતી તેમજ દરેક સમાજના લોકો તેમની સાથે રહી મત આપી તેમને જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. લઘુમતી મોરચાના આમદ જત, કિશોરદાન ગઢવી, હરેશદાન ગઢવી, મેઘુભા સોઢા, ચૂંટણી ઇન્ચાર્જ જયસુખભાઇ પટેલ, હરિસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, ત્રિકમભાઇ છાંગા, દેવજી વેરસર, હિતેશભાઇ, મનજીભાઇ આહીર, વસંતભાઇ વાઘેલા, ગોરધનભાઇ પટેલ, મીઠુભાઇ?વાઘેલા, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો જોડાયા હતા તેવું પક્ષની એક યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer